વિધવા સહાય યોજના ગુજરાત
મિત્રો આજે આપણે આ લેખ માં વિધવા સહાય યોજના વિશે જાણીશું.વિધવા સહાય યોજના સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે. તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ(Women & Child Development Department) (WCD) દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. વિધવા સહાય યોજના ને ગંગા સ્વરૂપા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે Vidhva Sahay Yojana (વિધવા સહાય યોજના) વિશે સંપૂર્ણ માહિતી જાણીશું.
વિધવા સહાય યોજનાનો હેતુ
વિધવા સહાય યોજના નું મુખ્ય હેતુ એ છે કે વિધવા મહિલાઓ ને આર્થિક મદદ કરવાનો અને વધુ સારું જીવન જીવવા માટે મદદ કરવાનો છે. સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તથા સમાજમાં પુન:સ્થાપિત થઈ શકે તેવા હેતુંથી વિધવા સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે.
વિધવા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
- ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલાઓ આ યોજના માટે પાત્ર છે.
- આવક મર્યાદા :- ગ્રામ્ય વિસ્તારમાં અરજદારની કુટુંબની વાર્ષિક આવક 1,20,000 થી વધારે ન હોવી જોઈએ
- શહેરી વિસ્તારમાં અરજદારની કુટુંબની વાર્ષિક આવક ₹1.5 લાખ થી વધારે ન હોવી જોઈએ
વિધવા સહાય યોજના માં કેટલો લાભ મળે ?
વિધવા સહાય યોજના માં દર મહિને કુલ રૂપિયા 1250 લાભાર્થીના પોસ્ટ ખાતામાં અથવા બેંક એકાઉન્ટ માં
સીધા DBT (Direct Benefit Transfer) થી જમા થાય છે.
વિધવા સહાય મેળવતા લાભાર્થી બહેનનું કોઈક કારણસર અકસ્માતે મૃત્યુ થતાં સરકારની ગુજરાત સામુહિક જૂથ સહાય (જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત તેમના કાયદેસરના વારસદારને રૂપિયા 1,00,000/- (એક લાખ ) મૃત્યુ વીમો મળવાપાત્ર છે.
વિધવા સહાય યોજના માટે ક્યા ક્યા જરૂરી પુરાવા જોઈએ?
વિધવા સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ નીચે મુજબ છે.
- આધારકાર્ડ
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- પતિના મરણનો દાખલો
- વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર
- વિધવા બહેનનો ફોટો,
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- ચૂંટણી કાર્ડ
- લાઈટ બીલ
- બેંક અથવા પોસ્ટ ખાતાની વિગત ની નકલ
- જન્મ પ્રમાણપત્ર
- લાભાર્થીએ પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર
- બાળકનો જન્મ દાખલો
- ૧૦ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતાં હોય તેના પ્રમાણપત્રની નકલ
વિધવા સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી ?
યોજના ની અરજી તમે ઓનલાઇન તથા ઓફલાઈન બંને રીતે કરી શકો.
જો તમે ગ્રામ્ય વિસ્તાર ના લાભાર્થી છો તો તમારે ગ્રામ પંચાયતના VCE પાસે જવાનું રહેશે.
શહેરી વિસ્તાર ના અરજદારે મામલતદાર કચેરી ખાતે ડોક્યુમેન્ટ જોડી અરજી ફોર્મ જમા કરવાનું રહેશે.
તમારે તમારા બધા ડોક્યુમેન્ટ ભેગા કરી. કરી વિધવા સહાય યોજના નું ફોર્મ જન સુવિધા કેન્દ્ર,ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરીથી મેળવી લેવાનું રહેશે. ફોર્મ પર ગ્રામ પંચાયતના તલાટી પાસે સહી સિક્કા કરાવી VCE ને આપવાનું રહેશે.
VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન Entery કરવામાં આવશે
ઓનલાઇન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે એ પાવતીમાં તમારો અરજી કોન્ફરમેશન નંબર આપેલો હશે. તે સાચવી રાખવી
મામલતદારશ્રી દ્વારા ફોર્મમાં જણાવેલ પુરાવા અને વિગતો ચકાસણી કરી સહાય મંજુર કરવામાં આવે છે.
યોજના ચાલુ રાખવા માટે ની શરતો
- લાભ મેળવનાર લાભાર્થીઓ (ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ) કૌશલ્યવર્ધક તાલીમ એક વર્ષની અંદર મેળવી લેવી અને તેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીએ જમા કરાવવાનું રહેશે.
- વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
- યોજના નો લાભ ચાલુ રાખવા માટે લાભાર્થીઓને તેમની વાર્ષિક આવક અંગેનું પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં તેમના વિસ્તારના મામલતદાર કચેરીએ જમા કરવાનું રહેશે
અરજીનું ઓનલાઇન સ્ટેટસ કઈ રીતે જાણી શકાય ?
સૌ પ્રથમ લાભાર્થી nsap.nic.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
NSAP વેબસાઈટ ખોલ્યા બાદ REPORT ક્લિક કરવાનું રહેશે.
REPORTમાં Beneficiary Search, Track And Pay માં જવું.
ત્યારબાદ Pension Payment Details પર ક્લિક કરવાનું રહેશે.
લાભાર્થી 3 રીતે પોતાની online application નું સ્ટેટસ જાણી શકશે.
sanction order no/application no
application name
આ ત્રણમાંથી કોઈ પણ એક એન્ટર કરી “Submit” બટન ક્લિક કરવાથી બધી માહિતી મળી જશે.
વિધવા સહાય યોજના હેલ્પલાઇન નંબર.
WOMEN & CHILD DEVELOPMENT DEPARTMENT (WCD) Helpline:-079-232-57942
Digital Gujarat Portal Helpline :-18002335500
સરકારની ઓફીસીયલ વેબસાઇટ :- https://wcd.gujarat.gov.in
વિધવા સહાય યોજના ફોર્મ PDF :- Download
0 Comments